
13-11-2022
02 Nov 2022
સ્નેહમિલન – ઈનામવિતરણ સમારંભ” સાથે મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા તથા ડી.જે. ગરબા.
સ્નેહી સભ્યશ્રીઓ, લક્ષ્મીપૂજન, શારદાપૂજન, દિવાળી, હેપ્પી ન્યૂ ઈયર, ભાઈબીજ અને લાભપાંચમના તહેવારો દરમિયાન પૂજા, અર્ચના, આતશબાજી, નૂતન વર્ષાભિનંદન, ભાઈબીજનું સ્નેહભોજન અને નવા વર્ષની શુભ શરૂઆતની તડામાર તૈયારીમાં વ્યસ્ત હશો. આ બધી મોજ-મજા કરી દિવાળીની રજાઓમાં હરીફરી પરત આવો એટલે વધુ એક ઉત્સવ માણવાની તૈયારી કરી રાખશો.
પ્રભુકૃપાથી કરોનાની મહામારીના કપરા સમયમાંથી મુક્ત થયા છીએ. ઘણા લાંબા સમય બાદ એકબીજાને હળીમળીને હળવા થઈ સ્વસ્થ થવાનો પ્રસંગ આવી ગયો છે. લાંબા સમયાંતર પછી સંસ્થાનો વાર્ષિક મેળાવડો અને ઈનામ વિતરણ સમારંભ આયોજીત થઈ રહ્યો છે. દિવાળીના માહોલમાં જ આપણે બધા સ્નેહમિલનનો આનંદ લઈ શકીએ તે ધ્યાનમાં રાખીને દિવાળી. પછી તરત જ આયોજન ગોઠવેલ છે. આવો – આપણે સૌ બાળકો, યુવાવર્ગ, ભાઈઓ-બહેનો અને વડીલો વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ સામુહિક આનંદની મજા માણીએ. સંરથા બધાને સ્નેહ નિમંત્રણ પાઠવે છે.